પોલીસે તુરંત જ પહોંચીને વિદ્યાર્થીઓને સમજાવી મામલો થાળે પાડયો મોરબી : મોરબીના મહેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાસે એસટી બસ ઉભી ન રહેતા છાત્રો વિફર્યા હતા અને રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ બસ રોકી ચક્કાજામ કરતા પોલીસે તુરંત જ પહોંચીને વિદ્યાર્થીઓને સમજાવી મામલો થાળે પાડયો હતા. જાણવા મળતી વિગત મુજબ મોરબીના મહેન્દ્રનગર આસપાસ સ્કૂલમાં અભ્યાસ કરતા જેતપર રૂટ તરફના વિદ્યાર્થીઓ આજે બપોરે શાળાએથી છૂટ્યા બાદ ઘરે જવા માટે મહેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાસે બસની રાહ જોતા ઉભા હતા.ત્યારે જેતપર તરફની એસટી બસ ઉભી ન રહેતા રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ તુરંત દોડીને આ એસ ટી બસને રોકી લીધી હતી. વિદ્યાર્થીઓના કહેવા મુજબ આ બસનો અહીંયા સ્ટોપ છે અને તેઓ રોજ એ બસમાં અપડાઉન કરે છે. પણ આજે બસ ઉભી ન રહેતા બસ રોકી રાખ્યા બાદ થોડીવારમાં અન્ય વાહનો પણ અટકી જતા પોલીસે દોડી જઈને સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો.