આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજિસ દ્વારા પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે વિશેષ ભેટ : વહેલા તે પહેલાના ધોરણે 187 વિદ્યાર્થીઓને જ આ લાભ મળશેમોરબી : આખું વર્ષ અભ્યાસ અને પછી હવે પરીક્ષામાં વ્યસ્ત રહ્યાં પછી ધો.12ના વિદ્યાર્થીઓને થોડું રિલેક્સેશન મળે તેવા હેતુથી આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજિસ દ્વારા કોઈ પણ શાળાના ધો.12ના વિદ્યાર્થીઓને ફ્રી મુવી ટીકીટ આપવામાં આવશે. આના માટે વિદ્યાર્થીઓએ પોતાની હોલ ટીકીટ લઈને સ્માર્ટ કાર્ડ ઓફિસ, 307, સ્ટાર આર્કેડ, સ્કાઈ મોલની સામે, મોરબી ખાતે આવવાનું રહેશે. ત્યાંથી હોલ ટીકીટ ઉપર ઓલ ધ બેસ્ટ પંડ્યા ગુજરાતી મુવીની તા.16ની સાંજે 6 વાગ્યાના શોની ટીકીટ આપવામાં આવશે. શોમાં 187 વિદ્યાર્થીઓ બેસી શકે તેટલી ક્ષમતા છે માટે વહેલા તે પહેલાના ધોરણે 187 વિદ્યાર્થીઓને જ ટીકીટ આપવામાં આવશે. વધુ માહિતી માટે મો.નં. 8238227770 તથા 8238227774 તથા 8238227772 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.