ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કાર્યક્રમ યોજાયો ટંકારા : ગ્રાહકોમાં જાગૃતિ આવે એ માટે ટંકારા તાલુકામાં નાસા સ્કૂલ ખાતે ગ્રાહકોને જાગૃતિ લાવવા અને કોમર્સના વિદ્યાર્થીઓમાં ગ્રાહક જાગૃતિ માટેનું માર્ગદર્શન પૂરું પાડવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષા વિશે માહિતી અને સ્ટોક માર્કેટ વિશે માહિતી આપવામાં આવી હતી. ટંકારા તાલુકામાં નાસા સ્કૂલ ખાતે ગ્રાહકોને જાગૃતિ લાવવા અને કોમર્સના વિદ્યાર્થીઓમાં ગ્રાહક જાગૃતિ માટે તા.૯ને બુધવારના રોજ સવારે ૯:૩૦ કલાકે રાખેલ હતો.જેમાં જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમાબેન માવાણી,મોરબી જિલ્લા સુરક્ષાના પ્રમુખ લાલજીભાઈ મહેતા,ન્યાયમૂર્તિ રાજકોટ એન.એમ. ધારણી,મામલતદાર ટંકારા એન.પી.સુકલ,તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધન જાડેજા,પી.એસ.આઇ ટંકારા શક્તિસિંહ રાણા,સરપંચ ગોરધનભાઈ ખોખાણી, માજી સાંસદ રામજીભાઈ માવાણી અને નાસા સ્કૂલના પ્રેસિડેન્ટ વિજયભાઈ ભડજા દ્વારા કાર્યકમની સૂચિ જાળવી હતી.તેમજ પૂર્વીબેનએ સેબી વિશે માહિતી આપી તથા રમાબેનએ ગ્રાહક સુરક્ષા વિશે માહિતી આપીને વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.તેમજ અશોકભાઈએ સ્ટોક માર્કેટ વિશે અને અંતે કાર્યકમની આભાર વિધિ વામજા ગૌતમભાઈ અને કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ વડગાસીયાએ કર્યું હતુ.