હળવદ : શિશુ મંદિરના ભૂલકાઓ અને છાત્રાલયની છાત્રાઓએ પુરુષાર્થ ગૌ શાળાની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં છાત્રોએ ગૌવંશ અને સાંપ્રત સમયમાં પણ તેની ઉપીયોગીતા અને ગૌવંશના સામર્થ્યપણાને જાણ્યું હતું. સરસ્વતી શિશુ મંદિર હળવદ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસને અનુલક્ષીને શિક્ષણ આપવામાં આવે છે. તેના ભાગ રૂપે પ્રત્યક્ષ અનુભવ આધારિત ક્રિયાને લગતું શિક્ષણ મળે તે હેતુથી જુદી જુદી પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. બાળકને દરેક સામાજિક બાબતનું જ્ઞાન મળે અને આપણી ભારતીય પરંપરાઓની માહિતી મળતી રહે તેવા પ્રયત્નો થતા હોય છે. જેના ભાગ રૂપે આજે શિશુમંદિરની વિદ્યાર્થીનીઓ અને ભૂલકાઓને શ્રી પુરુષાર્થ ગૌશાળાની મુલાકાત લેવડાવી હતી. જેમાં ભારતીય જીવનમાં ગાયની ઉપયોગિતા, સ્વાસ્થય માટે ગાયનું દૂધ, ઘી, ગૌ-મૂત્ર વગેરેથી લઇને ગૌપાલન અને ગૌમાતાના પંચગવ્યના ક્યા ક્યા ફાયદા છે તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શાળાના સ્ટાફની સાથે યુવા કાર્યકર અને ગૌપ્રેમી એવા તપન ભાઈ દવે, રાજુભાઇ તથા મયુરભાઈ આહીર જોડાયા હતા. ગૌશાળામાં આવેલ ગૌમાતાના મંદિરે દર્શન કરી અને બાળકોએ ગીતાના શ્લોકોનું કંઠસ્થ ગાન કર્યું હતું. આ તકે ગૌપ્રેમી બી.કે.આહિરે હાજર સૌને આસ્ક્રીમ ખવડાવી દીકરીઓ અને ભૂલકાઓને રાજી કર્યા હતા. શિશુ મંદિર માત્ર એક શાળા જ નથી પણ સામાજિક ચેતનાનું કેન્દ્ર છે. અહીં ભણતા બાળકો ખૂબ આગળ વધીને સારી પ્રગતિ કરે અને રાષ્ટ્રની નિરંતર સેવા કરતા રહે તેવા સંસ્કારોનું સિંચન આ શાળામાં હંમેશા થતું રહે છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne