શારદાનગર અને ગોર ખીજડીયા ગામના વિદ્યાર્થીઓને શાળા-કોલેજ જવા પડતી મુશ્કેલી, સમયસર બસ દોડાવવાની માંગ સાથે રજુઆતમોરબી અપડેટ : મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે આવતી એસટી બસ સમયસર ન આવતી હોવાથી વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે ગોર ખીજડીયા ગ્રામ પંચાયતના સરપંચ ગૌતમભાઈ મોરડીયા દ્વારા મોરબી એસટી ડેપોના મેનેજરને લેખિત રજૂઆત કરીને બસ સમયસર દોડાવવા માંગ કરવામાં આવી છે.ડેપો મેનેજરને કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, મોરબી તાલુકાના ગોર ખીજડીયા તથા શારદાનગર ગામે આવતી શારદાનગર-મોરબી રૂટની બસ ખૂબ જ અનિયમિત છે. બસ સમયસર ન આવતી હોવાથી શાળા અને કોલેજ જતા વિદ્યાર્થીઓને અપ-ડાઉન કરવામાં ભારે મુશ્કેલી પડે છે. વિદ્યાર્થીઓ સમયસર પોતાના શૈક્ષણિક કાર્ય માટે પહોંચી શકે તે રીતે બસનું સંચાલન કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.વધુમાં રજૂઆતમાં જણાવાયું છે કે, ગોર ખીજડીયાથી મોરબી આવતી માળિયા-મોરબી રૂટની 11 વાગ્યાની બસ પણ 12 વાગ્યે મોરબી વિદ્યાર્થીઓને લઈને જાય છે. આ રૂટમાં પણ ભારે અનિયમિતતા હોવાથી વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે. જેથી આ બસ પણ સમયસર આવે અને વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે યોગ્ય આયોજન કરવા સરપંચ દ્વારા ડેપો મેનેજરને અપીલ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #STBus #GorKhijadiya #StudentIssue #MorbiSTDepot #GSRTC #GujaratNews