મોરબી તાલુકા પંચાયત ચેરમેન અને તેમની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી પાણીનો નિકાલ કરાયો: તમામ બાળકોને સુરક્ષિત ઘરે પહોંચાડ્યા, ઇમરજન્સી નંબર જાહેર કરાયામોરબી : મોરબી જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને પગલે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે મોરબી નજીક આવેલ ઊંચી માંડલ ગામની પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. શાળામાં પાણી ભરાવાના કારણે અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા, જેથી તાત્કાલિક ધોરણે બાળકોને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી.ઘટનાની જાણ થતાં મોરબી તાલુકા પંચાયતના ચેરમેન હરેશભાઈ સોલંકી તાત્કાલિક શાળા ખાતે પહોંચી ગયા હતા. તેમની સાથે કાર્યકર્તા નવઘણભાઈ થરેશા, કાનજીભાઈ કટોડિયા, રઘુવીર પરમાર અને ભોલાભાઈ સોલંકી પણ આ બચાવ કામગીરીમાં જોડાયા હતા. આખી ટીમે એકજૂથ થઈને ભારે જહેમત ઉઠાવીને શાળામાંથી પાણીનો નિકાલ કર્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લીધા બાદ તમામ વિદ્યાર્થીઓને ડોર-ટુ-ડોર તેમના ઘરે સુરક્ષિત રીતે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.આ ઉપરાંત, વરસાદની આ વિકટ પરિસ્થિતિમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી કે કટોકટી જણાય તો નાગરિકોની ત્વરિત મદદ માટે ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર 9737575960 અને 8160475557 જાહેર કરવામાં આવ્યા છે. જરૂરિયાતના સમયે લોકો આ નંબર પર સંપર્ક કરી શકે છે.#Morbi #MorbiUpdate #MorbiNews #UnchiMandal #RainRescue #MorbiRain #Monsoon2026 #EmergencyHelp #StudentRescue