ટંકારાઃ ઈતિહાસમાં પ્રથમ વખત આવતીકાલે તારીખ 21 જુલાઈના રોજ ગુજરાત વિધાનસભાનું સંચાલન વિદ્યાર્થીઓ કરશે. જેમાં મોરબી જિલ્લાના ટંકારા તાલુકાની વિદ્યાર્થિનીની પણ ધારાસભ્ય તરીકે પસંદગી થતાં તે પણ વિધાનસભા સત્રમાં આવતીકાલે ભાગ લેશે. ટંકારા તાલુકાની એમ.પી.દોશી વિદ્યાલયની વિદ્યાર્થિની હેન્સી ગીરીશભાઈ ગાંધીની ધારાસભ્ય તરીકે પસંદગી થઈ છે ત્યારે તે આવતીકાલે 21 જુલાઈના રોજ વિધાનસભા સત્રમાં ભાગ લેશે. આમ હેન્સી ગાંધીએ શાળા, ગામ, જિલ્લા અને પરિવારનું નામ રોશન કર્યું છે. શાળાના સૌ ટ્રસ્ટીગણ, આચાર્ય, શિક્ષકો અને સાથી વિદ્યાર્થીઓએ હેન્સીને શુભેચ્છા પાઠવી છે.