મોરબી : હાલ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે વિધાનસભામાં કેવી રીતે કામગીરી થતી હોય છે તે પ્રત્યક્ષ નિહાળવા માટે મોરબીના સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ અને શિક્ષક ગાંધીનગર પહોંચ્યા હતા.સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી હતી અને કામગીરીને પ્રત્યક્ષ નિહાળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રબાઈ પટેલ, સચિવો, નાણા મંત્રી અને અન્ય પદાધિકારીના બજેટ સત્રની કામગીરીને રૂબરૂ જોઈ હતી.