વાંકાનેર : ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત ઇન્દુબેન લલિતભાઈ મેહતા મહિલા કોમર્સ કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા દેશના સૈનિકોની રક્ષા માટે આજ રોજ રાખડી મોકલવામાં આવી હતી. આ કાર્યક્રમ આર્મી ઓફિસર સુબેદાર દેવેન્દ્રસિંહ તથા નિવૃત્ત આર્મી ઓફિસર કૃષ્ણસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. મહિલા કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ શીતલબેન શાહ દ્વારા શાબ્દિક અભિવાદન કરી ઓફિસરને પ્રતીકરૂપે રાખડી બાંધવામાં આવી હતી.વિદ્યાર્થિનીઓએ દેશભક્તિ ગીત ગાઈ કાર્ડ બનાવી રાખડીઓ આપી દેશની સરહદ પર ફરજ બજાવતા સૈનિકોની રક્ષા માટે પ્રાર્થના કરી હતી. અંતે મહિલા કોલેજના વહીવટી ક્લાર્ક ભૂમિબેન શેઠ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. સુબેદાર તથા નિવૃત્ત આર્મી ઓફિસરે રાખડીઓ સ્વીકારી વિદ્યાર્થિનીઓનો આભાર માની સારામાં સારું શિક્ષણ મેળવી શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાની પ્રેરણા આપી હતી.