ભારત વિકાસ પરિષદ દ્વારા 'ભારત કો જાનો' અને રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા યોજાઈ: વિજેતા વિદ્યાર્થીનીઓ હવે રાજકોટ ખાતે પ્રાંત કક્ષાએ ભાગ લેશેવાંકાનેર: વાંકાનેર ખાતે ભારત વિકાસ પરિષદ વાંકાનેર શાખા (સૌરાષ્ટ્ર પ્રાંત) દ્વારા ગઈકાલે વિદ્યાર્થીઓ માટે 'ભારત કો જાનો પ્રશ્નમંચ સ્પર્ધા' અને 'રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા' યોજાઈ હતી.રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં વાંકાનેરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને હિન્દી તેમજ સંસ્કૃત ભાષામાં ભારતના પ્રાચીન રાષ્ટ્રભક્તિના ગીતો રજૂ કર્યા હતા. આ સ્પર્ધામાં વાંકાનેર તાલુકાની વિશિપરા કન્યા સ્કૂલની વિદ્યાર્થીનીઓએ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવીને હિન્દી અને સંસ્કૃત બંને ભાષામાં સુંદર સમૂહગાન રજૂ કર્યું હતું અને સમગ્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. વિશિપરા કન્યા સ્કૂલના શિક્ષકો ભાવેશભાઈ ત્રિવેદી અને તૃપ્તિબેન ગોહિલના સચોટ માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓએ આ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. આ વિજેતા વિદ્યાર્થીનીઓ હવે આગામી સમયમાં રાજકોટ ખાતે યોજાનાર સૌરાષ્ટ્ર પ્રાંત કક્ષાની સ્પર્ધામાં વાંકાનેર શાખાનું પ્રતિનિધિત્વ કરશે.આ કાર્યક્રમનું સફળ આયોજન ભારત વિકાસ પરિષદ વાંકાનેર શાખાના અધ્યક્ષ ચેતનભાઇ ભીંડોરા, મંત્રી તથા તમામ સભ્યોના સહયોગથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ બાળકોનો ઉત્સાહ વધારવા માટે દાતાઓ ચેતનભાઇ જાની અને જતીનભાઈ ભીંડોરા તરફથી પ્રોત્સાહન પુરસ્કાર માટે આર્થિક સહયોગ પણ પ્રાપ્ત થયો હતો.L#MorbiUpdate #Wankaner #BharatVikasParishad #SingingCompetition #VishiparaKanyaSchool #EducationNews #MorbiPride #MorbiNews #Morbi