મોરબી : તા. 2-2-2025ને રવિવારના રોજ જમ્મુ કાશ્મીર ગુલમર્ગ ખાતે વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના 6 વિદ્યાર્થીઓ તથ્યા પારેજીયા, દિયા સંતોકી, ખુશી આદ્રોજા, દિશા પટેલ, નિત્યા વરમોરા અને આદિત્ય પટેલ રાષ્ટ્રીય કક્ષાની આઇશ સ્ટોક સ્પર્ધામાં ભાગ લઈ ભારતના 16 રાજ્યોના 450થી વધુ સ્પર્ધકોને ટક્કર આપી 5 ગોલ્ડ મેડલ મેળવી સહુને આશ્ચર્ય ચકિત કરી દીધા છે. મોરબીના ઇતિહાસમાં પ્રથમ વખત વિન્ટર સિઝન સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેનાર વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ અનેરી સિદ્ધિ હાંસલ કરી મોરબી જિલ્લા અને રાજ્યનો સંપૂર્ણ ભારતમાં ડંકો વગાડ્યો છે. વિદ્યાર્થીઓએ શાળા વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ, માતા-પિતા તથા મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તે બદલ વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ મેનેજમેન્ટ, પ્રિન્સિપાલ મેડમ, સર્વે શિક્ષકગણ તેમજ સંપૂર્ણ શાળા પરિવાર તરફથી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે.