મોરબી : મોરબી તાલુકાના થોરાળા ગામના થોરાળા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષક દિન નિમિત્તે ધોરણ 6 થી 8ના બાળકોએ અલગ - અલગ ગ્રુપ બનાવી ગામમાં ઘરે ઘરે જઈ ગામમાંથી શિક્ષક દિન નિમિત્તે ફાળો ઉઘરાવવા માટેનું ઉમદાકાર્ય કર્યું. જેમાં સેવાકીય પ્રવૃતિના વિશિષ્ટ ગુણની લાગણી અનુભવે એ હેતુસર ફાળો ભેગો કરવામાં આવ્યો. આ દરમ્યાન વિદ્યાર્થીઓ દ્વારા રૂપિયા 4100 રોકડ દાન ગ્રામજનોમાંથી મળી આવેલ છે. જે બદલ સર્વે ગ્રામજનો વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રોનો આચાર્ય પંકજભાઈ ધામેચાએ આભાર વ્યક્ત કરે છે.