ટંકારા : ટંકારાની ઓરપેટ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ ખેલ મહાકુંભની સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ વિવિધ સ્પર્ધામાં વિજેતા થઈને શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે.હળવદ ખાતે યોજાયેલી એથ્લેટિક્સ સ્પર્ધામાં ઓરપેટ કન્યા વિદ્યાલયની હેત્વી રમણીકભાઈ કાસુન્દ્રાએ 1500 મીટર દોડમાં પ્રથમ નંબર, મહેક હુસેનભાઈ કૈડાએ 400 મીટર દોડમાં દ્વિતીય નંબર, ઋત્વી ભાણજીભાઈ પડસુંબીયાએ ગોળા ફેંકમાં દ્વિતીય નંબર અને વંશીકા કિશોરભાઈ કાલાવડીયાએ 1500 મીટર દોડમાં તૃતીય નંબર મેળવ્યો છે. પ્રથમ અને દ્વિતીય સ્થાન પર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થિનીઓ રાજ્ય કક્ષાએ રમવા માટે જશે. શાળાના ડી પી એડ શિક્ષક બળદેવભાઈ કાનાણીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થિનીઓએ આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટના કાર્યકારી પ્રમુખ પંચાણભાઈ ભૂત, ઉપપ્રમુખ હીરાભાઈ ફેફર, મંત્રી ધનજીભાઈ ઝાલરીયા, સર્વે ટ્રસ્ટીઓ, કેમ્પસ ડાયરેક્ટર ગોપાલભાઈ રતનપરા અને શાળા પરિવારે દીકરીઓને અભિનંદન પાઠવ્યા છે.