મોરબી : મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલના વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાએ રમત-ગમતની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઇ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. સ્વામિનારાયણ ગુરુકુલ મોરબીના વિદ્યાર્થીઓએ ગુજરાત સરકાર દ્વારા આયોજિત બેડમિન્ટન, ફૂટબોલ, વોલીબોલ, ટેનિસ અને બાસ્કેટબોલ જેવી જિલ્લા કક્ષાની રમતોમાં ભાગ લઈને પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન નોંધાવ્યું છે. આ સફળતાની નોંધ લઈને સંતો અને આચાર્ય દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ જુદી-જુદી રમતોમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓમાં વોલીબોલ સ્પર્ધામાં માવાની યશ, વરસાણી જયંત, પટેલ અશોક, દબાસીયા દિપાંશુ, મોરી ચિરાગ, ડાંગર નિરવ, વરચંદ રમેશ, ગઢવી જય, પટેલ મિત, ભુતાની માનવ તથા એથલેટીક્સ સ્પર્ધામાં પ્રકાશ ચૌધરી, વાલા જય તેમજ બેડમિન્ટન સ્પર્ધામાં હિરાની દેવ, કટારિયા દર્શિત અને બાસ્કેટ બોલ સ્પર્ધામાં મારુ કૃતાર્થ અને કામઝારિયા આનંદ તથા ફૂટબોલ સ્પર્ધામાં ચૌધરી પ્રકાશ એ ભાગ લીધો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..