મોરબી : મોરબીમાં સતવારા નવગામ જ્ઞાતિના ધો. 9થી કોલેજમાં તેમજ ઉચ્ચ અભ્યાસ કરતા હોય અને વર્ષ 2024 માં વાર્ષિક પરીક્ષા પાસ કરેલ હોય, તેવા વિદ્યાર્થી ભાઈ -બહેનોને શૈક્ષણિક પુરસ્કાર- ઇનામ આપવામાં આવશે.વિદ્યાર્થી ભાઈ-બહેનોએ કાર્યકરો પાસેથી ફોર્મ મેળવવાના રહેશે. જેમાં માધાપર વિસ્તારમાંથી વિજયભાઈ ડાભી, જયેન્દ્રભાઈ કંઝારિયા ,વાઘપરામા પ્રકાશભાઈ સોનગરા, કેતનભાઇ પરમાર વજેપરમાં ગોવિંદભાઈ હડીયલ, તરુણભાઈ પરમાર માધાપર વાડી વિસ્તારમાં હરિભાઈ કંઝારિયા, યોગેશભાઈ ડાભી વજેપર વાડી વિસ્તારમાં દેવજીભાઈ ચાવડા, ધીરુભાઈ પરમાર ગ્રામ્ય વિસ્તારમાં કિશોરભાઈ કંઝારિયા તેમજ પ્લોટ વિસ્તારમાં મહાદેવભાઇ ડાભી પાસેથી ફોર્મ મેળવી ભરીને તા.13 સુધીમાં પહોંચાડી આપવાના રહેશે. આ ઉપરાંત ITIમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની હોય, તો તેઓ પણ ફોર્મ ભરીને પહોંચાડી શકે છે. તેમ ડો. લખમણભાઇ એમ. કંઝારિયા -પ્રમુખ સતવારા નવગામ જ્ઞાતિની યાદીમાં જણાવાયું છે.