મોરબી : ગુજરાત રાજ્ય સરકારના રમત ગમત યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર આયોજીત તેમજ મોરબી જીલ્લા યુવા વિકાસ અધિકારી યુવા અને સાંસ્કૃતિક કચેરી સંચાલિત મોરબી જીલ્લા કક્ષા કલા મહાકુંભ સાર્થક વિદ્યામંદિર મુકામે ગત ૧૭,૧૮ ડિસેમ્બરના રોજ યોજાયો હતો. જેમાં સાહિત્ય વિભાગની ૬ થી ૧૪ વર્ષ વિભાગની દુહા -છન્દ -ચોપાઈ સ્પર્ધામાં આદિત્ય દિપસિંહ ગઢવી એ પ્રથમ નંબર તેમજ ધોરણ ૩માં અભ્યાસ કરતા મહેન્દ્ર અશ્વિનભાઇ બરાસરાએ બીજો નંબર મેળવ્યો હતો. આગામી પ્રદેશ કક્ષા કલા મહાકુંભમાં આદિત્ય ગઢવી પસંદગી પામેલ છે. બંને વિદ્યાર્થીઓને સાર્થક વિદ્યામંદિરના ટ્રસ્ટીઓ, શિક્ષકો તેમજ સંચાલક કિશોરભાઈ શુક્લએ અભિનંદન પાઠવ્યા હતા.