મુખ્યમંત્રી અને મહાનુભાવો સાથે યાદગાર મુલાકાતમોરબી : મોરબી જિલ્લાની સજનપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સંભારણું બની રહ્યો હતો. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા દ્વારા વિદ્યાર્થીઓએ ગુજરાત વિધાનસભાની મુલાકાત કરાવાઈ હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે સીધો સંવાદ અને તસ્વીર લેવાની તક મળી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ મંત્રી ત્રિકમભાઈ છાગા સાથે પણ મુલાકાત કરી હતી. ઉચ્ચ પદસ્થ મહાનુભાવોને રૂબરૂ મળીને અને તેમની સાથે ફોટા પડાવીને વિદ્યાર્થીઓ ભારે હર્ષ અને ઉત્સાહમાં જોવા મળ્યા હતા.#MorbiUpdate #SajanparSchool #GujaratVidhanSabha #EducationTour #MorbiNews #GujaratGovernment #StudentVisit