મોરબી : મોરબીમાં આગામી તા.25ના રોજ સમસ્ત પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ધોરણ ૧૦,૧૨ અને કોલેજના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ તરફથી મોરબી જિલ્લા સમિતિ દ્વારા ધોરણ ૧૦ ,૧૨ તથા કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ તા.૨૫ને રવિવારના રોજ ,મોરબી મુકામે,વરીયા મંદિર -સો-ઓરડી ખાત્તે સાંજે ૩ કલાકે રાખેલ છે. કાર્યક્રમમાં મોરબી જિલ્લાના સમસ્ત પ્રજાપતિ સમાજના વકીલો, તબીબો, ઈજનેરોને સન્માનીત કરવામાં આવશે.દરેક વિધાર્થી તથા વાલી ગણને સમયસર પધારવા અનુરોધ કરાયો છે.