મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં જાહેર થયેલા B.Sc.Sem-6 ના રિઝલ્ટમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓએ મોરબી જિલ્લામાં સર્વોચ્ય રીઝલ્ટ પ્રાપ્ત કર્યુ છે. મોરબી જિલ્લાની નવયુગ મહિલા સાયન્સ કોલેજનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના B. Sc. Sem-6 ના રિઝલ્ટમાં દબદબો જોવા મળ્યો છે. જિલ્લામાં સર્વોચ્ય રીઝલ્ટ પ્રાપ્ત કરી ઓવરઓલ દરેક વિષયમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જેમાં સેમેસ્ટર ૧ થી ૬ ના ઓવરઓલ રિઝલ્ટમાં મોરબી જિલ્લામાં મેથ્સ વિષયમાં પ્રથમ પંડ્યા પ્રેક્ષા ૯૨.૭૫%, બોટની વિષયમાં પ્રથમ વડાવિયા રાધિકા ૯૧.૪૪% અને માઇક્રોબાયોલોજી વિષયમાં પ્રથમ આદ્રોજા માનસી ૯૧.૦૦% મેળવી ઉત્તરોત્તર શ્રેષ્ઠ રિઝલ્ટ મેળવવાની પરંપરાને જાળવી રાખી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિદ્યાર્થીનીઓ વિષય પ્રથમ હોવાથી ગોલ્ડમેડલ મેળવવાની હકદાર થશે. ૧૨ સાયન્સમાં ગુજરાતી માધ્યમમાં ભણતા છાત્રો માટે B.Sc માં અંગ્રેજી માધ્યમ ક્ઠીન સાબિત થતું હોય છે પણ નવયુગમાં વિષયને સમજાવવાની સુગમ શૈલી અને અથાગ મહેનતથી ધાર્યુ પરિણામ મેળવી શકાય છે તેમજ સ્ટુડન્ટ્સને તૈયારી કરવાનું સરળ અને સચોટ માધ્યમ પુરૂં પાડે છે. આ સાથે B.Sc Sem 1, 3, 5 માં એડમિશન ચાલુ કરેલ છે. જેમણે એડમિશન લેવાનું હોય તે કોલેજનો સંપર્ક કરીને ઉજ્જ્વળ કારકીર્દીનું નિર્માણ કરી શકે છે. સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ લાવવા બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા અને પ્રિન્સિપાલ ડૉ. વરૂણ ભીલાએ સ્ટૂડન્ટ્સ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.