મોરબી: મોરબી તાલુકાની સોખડા પ્રાથમિક શાળા દ્વારા બાળકોમાં વાંચન કૌશલ્યનો વિકાસ થાય અને તત્પરતા વધે એવા શુભાશયથી Read Alone app વિદ્યાર્થીઓ પાસે મોબાઈલમાં ડાઉનલોડ કરાવી નવો કોન્સેપ્ટ હાથ ધરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીમાં વાંચન કૌશલ્યનો વિકાસ થાય એ હેતુથી સોખડા પ્રાથમિક શાળા દ્વારા એપ ડાઉનલોડ કર્યા બાદ એક દિવસમાં 10000 સ્ટાર હાંસલ કરનારા વિજય, પાર્થ અને વનરાજ નામના વિદ્યાર્થીને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વર્તમાન સમયમાં બાળકો મોબાઈલમાં શિક્ષણને લગતી જ્ઞાનવર્ધક ગેમ રમે તેવા શુભાશય માટે આચાર્ય બિંદિયાબેન, રમેશભાઈ કાલરીયા પ્રદીપભાઈ કુવાડિયા, દિવ્યેશભાઈ તથા આશાબેન દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.