પી. જી પટેલ કોલેજના વિદ્યાર્થી ગ્રુપ દ્વારા મોરબીનુ ગૌરવ વધારાયુ મોરબી : મોરબીની પી. જી પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ સર્વ પ્રથમ વખત કઠિન ગણાતા કેદારકંઠા ખાતે 12,500 ફૂટની ઊંચાઈએ ત્રિરંગો લહેરાવીને રાષ્ટ્ભાવના વ્યક્ત કરી હતી મોરબીનુ ગૌરવ વધાર્યું છે. મોરબી જિલ્લામાં કોમર્સનો સર્વશ્રેષ્ઠ વિકલ્પ ગણાતી પી. જી પટેલ કોલેજ દ્વારા કેદારકંઠા ખાતે વિશેષ ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કેમ્પનો સમયગાળો 11 દિવસનો હતો. આ ટ્રેકિંગ કેમ્પ અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓએ બરફ આચ્છાદિત દુર્ગમ વિસ્તારોમાં ટ્રેકિંગ કરીને 12,500 ફૂટની ઊંચાઈ સર કરી હતી અને ત્યાં ત્રિરંગો લહેરાવ્યો હતો. આ કેમ્પમાં કોલેજના દિપ મણીયાર, દર્શીની મહેતા તથા નિશા વાઘડિયા વિદ્યાર્થીઓ સાથે જોડાયા હતા. આ અભૂતપૂર્વ સાહસ બદલ સંસ્થાના પ્રમુખશ્રી દેવકરણભાઈ, સંસ્થાન આચાર્યશ્રી ડો. રવિન્દ્ર ભટ્ટ તથા સમગ્ર સ્ટાફગણે વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા.