લોકવાદ્ય અને ચિત્રકલા, ડેક્લેમેશન(ભાષણ) સ્પર્ધામાં મોરબીના વિદ્યાર્થીઓ વિજેતા થયા મોરબી : ગુજરાત રાજ્ય સરકારના રમત ગમત યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા તારીખ 15 અને 16 ડિસેમ્બરના રોજ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પાટણ મુકામે રાજ્ય કક્ષાના યુવા ઉત્સવનું આયોજન કરાયું હતું. જેમાં લોકવાદ્ય-બ સ્પર્ધા અને ચિત્રકલા-બ સ્પર્ધામાં મોરબીના વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમાંક તેમજ અને ડેક્લેમેશન(ભાષણ) સ્પર્ધામાં દ્રિતીય નંબર મેળવીને મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.આ યુવા ઉત્સવમાં લોકવાદ્ય સંગીત -બ (ઢોલવાદન )માં મોરબીના વિદ્યાર્થી ધ્રુવ રમણીકભાઈ બરાસરાએ સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબર મેળવીને સમસ્ત પ્રજાપતિ સમાજ અને મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. સાથે જ ચિત્રકલા- બ વિભાગમાં મોરબીની દેવાંશી મુકેશભાઈ પરમારે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને ડેક્લેમેશન(ભાષણ) સ્પર્ધામાં મોરબીના સત્યરાજસિંહ વિક્રમસિંહ જાડેજાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વિદ્યાર્થીઓની આ વિશિષ્ટ સિદ્ધિ બદલ મોરબી જિલ્લાના યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસએ અભિનંદન પાઠવ્યા છે.