વિદ્યાર્થીઓમાં વ્યાપારી કૌશલ્ય ખીલે તે હેતુથી 2 દિવસીય ભવ્ય આયોજન: તેજસ્વી વિદ્યાર્થીઓ અને CA બનેલા ભૂતપૂર્વ છાત્રોનું સન્માન કરાયુંમોરબી: રવાપર રોડ પર આવેલી નામાંકિત શૈક્ષણિક સંસ્થા નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓમાં આંત્રપ્રિન્યોરશિપ અને વ્યાપારી સૂઝબૂઝ વિકસે તે માટે 2 દિવસીય 'બિઝનેસ ટાયકૂન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ધોરણ 11 કોમર્સની વિદ્યાર્થીનીઓએ તૈયાર કરેલા 'ધમાલ ધમાકા ગેમ ઝોન' સ્ટોલને શ્રેષ્ઠ વ્યાપારી મોડેલ તરીકે પસંદ કરી તેને 'બિઝનેસ ટાયકૂન ઓફ ધ યર'ના પ્રતિષ્ઠિત એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો.ગુજરાતના જાણીતા મોટીવેશનલ સ્પીકર મનીષ વઘાસિયાના પ્રેરણાદાયક પ્રોગ્રામ સાથે યોજાયેલા 'વિદ્યાર્થી-વાલી સન્માન સમારોહ'માં વિજેતા વિદ્યાર્થીનીઓને ટ્રોફી આપી સન્માનિત કરાઈ હતી. આ સાથે જ સંસ્થાના ગૌરવ સમાન CA બનેલા વિદ્યાર્થીઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.એવોર્ડ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીનીઓબિઝનેસ ટાયકૂન એવોર્ડ મેળવનાર ધોરણ 11 કોમર્સની ટીમમાં નીચે મુજબના વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે: • ફેફર ક્રિશા ભરતભાઈ • અધારા મિત્તલ નિશીથભાઈ • કગથરા બંસી નિલેશભાઈ • ઝાલરીયા ધ્વનિ વિશાલભાઈ • ચાડમીયા યશ્વી જીતેન્દ્રભાઈCA બનેલા વિદ્યાર્થીઓનું બહુમાનનીલકંઠ કોમર્સ સ્કૂલના જે વિદ્યાર્થીઓએ CA બની સફળતા મેળવી છે તેવા પોપટ માનસી દિનેશભાઈ અને પુજારા હેમાંગ રાજેન્દ્રકુમારનુ આ પ્રસંગે સન્માન કરાયું હતું. વિવિધ શ્રેણીમાં અપાયા એવોર્ડ્સકાર્યક્રમમાં માત્ર મુખ્ય એવોર્ડ જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના પ્રોત્સાહન માટે અન્ય કેટેગરીમાં પણ એવોર્ડ્સ આપવામાં આવ્યા હતા, જેમાં બેસ્ટ માર્કેટિંગ એવોર્ડ, ઇનોવેટિવ અને ક્રિએટિવ એવોર્ડ અને ઈકો ફ્રેન્ડલી એવોર્ડનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓની આ વિશિષ્ટ સિદ્ધિ બદલ નીલકંઠ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટીઓ નવનીતભાઈ પી. કાસુન્દ્રા અને જીતુભાઈ એમ. વડસોલા સહિતના શાળા પરિવારે તમામ વિજેતાઓને અને તેમના વાલીઓને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી છે. #Morbi #NilkanthCommerceSchool #BusinessTycoon #StudentAchievement #MorbiUpdate #Education #Entrepreneurship #CA