ગુજકેટમાં મહર્ષિ ગુરુકુળના વિદ્યાર્થીએ તાલુકામાં પ્રથમ નંબર મેળવ્યોહળવદ (પ્રમોશનલ આર્ટિકલ) : ગઈકાલે જાહેર થયેલા ધોરણ 12 વિજ્ઞાના પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામમાં હળવદના મહર્ષિ ગુરુકુળના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. ઝાલાવાડની શૈક્ષણિક નગરીના મહર્ષિ ગુરુકુળના વિદ્યાર્થી અભિરાજસિંહ રાઠોડે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 99.97 પીઆર મેળવીને સમગ્ર ગુજરાતમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે.ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મોરબી જિલ્લામાં કુલ 47 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તેમાં મોરબી જિલ્લામાં સૌથી વધુ એકલા મહર્ષિ ગુરુકુલના જ 17 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 41 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી ફરી એકવાર મહર્ષિ ગુરુકુલને મોરબી જિલ્લા અને સમગ્ર ઝાલાવાડમાં સાયન્સમાં શ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા સાબિત કરી છે. ધોરણ 12 સાયન્સમાં ગુજકેટમાં મહર્ષિ ગુરુકુલના રાઠોડ પાર્થે 99.91 PR સાથે સમગ્ર હળવદ તાલુકામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો. તેમજ સાયન્સમાં મહર્ષિ ગુરુકુલના વિદ્યાર્થીઓએ સમગ્ર હળવદ તાલુકામાં સળંગ 1 થી 5 નંબર મેળવી શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. ગુજરાત બોર્ડ દ્વારા જાહેર થયેલા સામાન્ય પ્રવાહના પરિણામમાં પણ મહર્ષિ ગુરુકુળ અગ્રેસર રહ્યું છે. મહર્ષિ ગુરુકુળના કોમર્સના 9 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 41 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી સમગ્ર ઝાલાવાડમાં પરિણામની શ્રેષ્ઠ પરંપરા જાળવી રાખી છે. આટલું ઉચ્ચ પરિણામ મેળવવા બદલ મહર્ષિ ગુરુકુલ હળવદના મેનેજિંગ ડિરેક્ટર રજનીભાઈ સંઘાણીએ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ટીમને ખુબ ખુબ અભિનંદન સાથે આગળના વર્ષોમાં હજુ વધારે સારું પરિણામ મેળવવા શુભેચ્છા પાઠવી છે.