સુરક્ષિત પ્રવાસ પૂર્ણ થાય એ માટે એસ.એમ.સી.ના અધ્યક્ષ કાળુભાઇ પરમાર પણ સાથે જોડાયા મોરબી : શ્રી માધાપરવાડી કન્યા શાળા દ્વારા શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીનીઓને વિશ્વની સૌથી ઉંચી 182 મીટરની સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતની એકતા અને અખંડિતતાના પ્રતીક એવા સરદાર સાહેબની જીવન ઝરમર રજૂ કરતું સંગ્રહાલય, યુનિટી ગ્લો ગાર્ડન, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાની રૂબરૂ મુલાકાત કરાવવામાં આવી હતી. તેમજ પોઇચા ખાતે ભગવાન સ્વામિનારાયણની પ્રદર્શની તેમજ લેસર શોનો તમામ વિદ્યાર્થીનીઓએ આનંદ માણ્યો અને રાત્રી રોકાણ પોઇચા ખાતે તંબુમાં કર્યું હતું. વધુમાં, બીજા દિવસે પાવાગઢ પર્વતનું આરોહણ કરી પ્રકૃતિની મોજ લીધી હતી. આમ, બે દિવસ તમામ બળાઓએ પોતાના અભ્યાસ ક્રમમાં આવતા સ્થળોની રૂબરૂ મુલાકાત લઈ જાત માહિતી મેળવી શૈક્ષણિક સજ્જતા કેળવી હતી. પ્રવાસ દરમ્યાન કોઈ પણ જાતની તકલીફ ન પડે એ માટે કાળુભાઇ પરમાર અધ્યક્ષ સ્કૂલ મેનેજમેન્ટ કમીટી શ્રી માધાપરવાડી કન્યા શાળા સાથે જોડાયા હતા. તેમજ પ્રવાસને સફળ બનાવવા દિનેશભાઈ વડસોલા, દયાલજીભાઈ બાવરવા, ચાંદનીબેન સાંણજા સહિતનાએ ખુબજ જહેમત ઉઠાવી વ્યવસ્થા પુરી પાડેલ હતી.