મોરબી : મોરબી શહેરની લીલાપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં ઝળહળતું પરિણામ આવ્યું છે. સંસ્કૃત ભારતી ગુજરાત પ્રેરિત સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં લીલાપર પ્રાથમિક શાળામાં કુલ 77 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં તમામ વિદ્યાર્થીઓ સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા. આ પરીક્ષામાં કુલ 77 વિદ્યાર્થીઓમાંથી 30 વિદ્યાર્થીઓ વિશેષ યોગ્યતા સાથે અને 22 વિદ્યાર્થીઓ પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ થયા હતા. આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ શાળાના આચાર્ય તથા શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.