મોરબી : મોરબીના જવાહર નવોદય વિદ્યાલયની પરિક્ષામાં મોરબીના લાલપર ગામના બે વિદ્યાર્થીઓ અને વરડુસર ગામનો વિદ્યાર્થી ઉતીર્ણ થયા છે. વર્ષ 2020-'21માં ધોરણ 5માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની લેવાયેલી જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં મોરબીના લાલપર ગામે આવેલ નવદીપ વિદ્યાલયમાંથી 2 વિદ્યાર્થીઓની પસંદગી થવા પામી છે. બારડ ગીત રણજીતભાઈ અને ચાવડા શુભમ કાંતીલાલ, એ બે વિદ્યાર્થીઓ આ પરીક્ષા પાસ કરી જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવામાં સફળ થયાં છે. શાળાના આચાર્ય હર્ષદભાઈ કાવર તથા શાળા ૫રિવાર એ આ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવેલ છે. વરડુસર પ્રાથમિક શાળાના વિદ્યાર્થી રાઠોડ દેવરાજ ગણપતભાઈએ વર્ષ 2020-'21માં જવાહર નવોદય કેન્દ્રીય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા પાસ કરી તેમના પરિવારનું અને વરડુસર ગામનું ગૌરવ વધારેલ છે. જે બદલ શાળાના આચાર્ય પંકજભાઈ ધામેચા તેમજ શાળા પરિવાર એ તેમને શુભેચ્છાઓ પાઠવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..