મોરબી : હાલ વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે ત્યારે મોરબીની શ્રીમતી જે.એ. પટેલ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા આ વેલેન્ટાઈન વીકને ઈકો વીક તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. આ નિમિત્તે આજ રોજ વિદ્યાર્થિનીઓએ સરદારબાગ પાસેની શાક માર્કેટમાં કાપડની થેલીઓનું વિતરણ કર્યું હતું.પ્રકૃતિ પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવવા અને પ્રકૃતિના રક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન જે.એ. પટેલ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે સવારે સરદારબાગ પાસેની શાક માર્કેટમાં ખરીદી કરવા આવતા લોકોને વિદ્યાર્થિનીઓએ કાપડની થેલીનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું અને પ્લાસ્ટિકની બેગ ન વાપરવા માટે લોકોને અપીલ કરી હતી.