મોરબી : લોક વિજ્ઞાન કેન્દ્ર - મોરબીના સહયોગથી અને સરકારી માધ્યમિક શાળા પરિવાર દ્વારા વનાળીયાની સરકારી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ ભુજ ખાતે આવેલી પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રની તા. 13-8-2024ના રોજ શૈક્ષણિક મુલાકાત લીધી હતી.સરકારની યોજનાઓ અને લોક વિજ્ઞાન કેન્દ્ર - મોરબી દ્વારા આ શૈક્ષિણક મુલાકાત માટે એસ. ટી. બસમાં મફત પરિવહન અને મફત એન્ટ્રી માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓમાં ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા વિષયોમાં રસ - રુચિ વધે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આ સાથે થ્રીડી ટેકનોલોજીનો પણ વિશેષ આનંદ વિદ્યાર્થીઓએ માણ્યો હતો. એક શૈક્ષણિક મુલાકાત જીવનના અનેક ક્ષેત્રોના પાઠ એક સાથે શીખવી આપે છે અને વિદ્યાર્થીમાં એક નવો ઉમંગ - ઉત્સાહ ભરી આપે છે.