વન મહોત્સવ કાર્યક્રમમાં રાજ્યમંત્રી સહિતના મહાનુભાવોની હાજરીમાં રાખડીઓ પોસ્ટ મારફતે મોકલી મોરબી : મોરબીના ભરતનગર ગામની શાળાની વિદ્યાર્થીઓએ જાતે રાખડી બનાવી સૈનિકોની રક્ષા માટે મોકલી છે. આ વિધાર્થીનીઓ દેશની સુરક્ષા માટે જાનની બાઝી લગાવવા તત્પર વીર સેનિકોની રક્ષા માટે રાખડી મોકલીને રાષ્ટ્રપ્રેમ ઉજાગર કર્યો છે. ભરતનગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વ્યોમ સંદીપભાઈ લોરીયા અને તેજસ્વી ભરતભાઈ ફેફર એમ આ બંને નાના વિદ્યાર્થીઓને વિચાર આવ્યો કે, દેશના વીર જવાનો માઇન્સ ડીગ્રી ઠંડીમાં રહી દેશની સુરક્ષા કરે છે. એમની રક્ષા માટે કંઈક કરવું જોઈએ. આથી રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે દેશની સેનાના જવાનો સરહદ પર પરિવારથી ખુબજ દૂર ફરજ બજાવે છે. એમના માટે બંને બાળકોએ જાતે સ્વનિર્મિત વેસ્ટમાંથી બેસ્ટ રાખડી બનાવી 72 માં વન મહોત્સવ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ.પૂ.કનકેશ્વરીમાં, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા પરસોત્તમ સાબરીયા તેમજ કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી વગેરેની હાજરીમાં રાખડી અર્પણ કરી પોસ્ટ મારફતએ રાખડી સૈનિકોને મોકલી આપેલ છે. તમામ ઉપસ્થિત મહાનુભાવોએ બંને બાળકોની રાષ્ટ્રભાવનાને બિરદાવી અને ધન્યવાદ આપ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..