ટંકારા : તાજેતરમાં ધો.8 ના વિદ્યાર્થીઓ માટે લેવાયેલી NMMS ની પરીક્ષામાં ટંકારાની અમરાપર પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. આ વર્ષે પણ NMMS 2026 માં સારા ઇમરાનભાઈ ખોરજીયા નામની વિદ્યાર્થિનીએ 180 માંથી 160 માર્ક્સ મેળવીને ભવ્ય સફળતા મેળવી છે અને રાજ્યમાં 2 લાખ પરીક્ષાર્થી વિદ્યાર્થીઓમાંથી સંભવિત ટોપ 30 માં સ્થાન મેળવ્યુ છે. તો અન્ય એક વિદ્યાર્થિની ફિઝા ઈરફાનભાઈએ બાદીએ 138 માર્ક્સ મેળવીને મેરિટમાં સ્થાન મેળવ્યું છે. આમ બે વિદ્યાર્થિનીઓએ મેરિટમાં સ્થાન મેળવ્યું છે.રાષ્ટ્રીય લેવલ શિષ્યવૃતિ પરીક્ષા NMMS જે કુલ 180 માર્ક્સની હોય છે અને તેમાં ગણિત,વિજ્ઞાન, રીઝનીંગ અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયોમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. જેમાં ટંકારાની અમરાપર પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓએ શિક્ષકોના માર્ગદર્શન નીચે સતત બેસ્ટ પરફોર્મન્સ જાળવી રાખ્યું છે. શાળાના આચાર્ય રાજેશભાઈ ગાંભવાના માર્ગદર્શન અને ધો. 6 થી 8ના શિક્ષકો રસિકભાઈ વિરમગામા (સામાજિક વિજ્ઞાન), ફાલ્ગુન આઈ. કાલરીયા (વિજ્ઞાન/ગણિત), અમિતભાઈ ફટાણીયા (ભાષા)ના માર્ગદર્શન નીચે અને ધો. 1 થી 5 ના શિક્ષકો વાત્સલ્યભાઈ મનીપરા, રાજેશભાઈ દુદકિયા, કોમલબેન રાણીપા, રીટાબેન ભોજાની, ભૂપેન્દ્રભાઈ જોશી વગેરેનું પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળ્યું હતું.