મોરબી : મોરબીની અદેપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં લોકોમાં જાગૃતિ આવે એવા આશયથી રેલી કાઢવામાં આવી હતી. આ દરમિયાન લોકોને સિંહ અને વન્યપ્રાણીના જતન અંગેનો સંદેશો આપ્યો હતો. આ રેલીમાં શાળાના આચાર્ય અને શિક્ષકો જોડાયા હતા.