મોરબી : આજે ધોરણ 12 કોમર્સની બોર્ડની પરીક્ષામાં નામાના મૂળતત્વો (Accountancy) વિષયનું પેપર લેવામાં આવ્યું હતું. આજનું આ છેલ્લું પેપર સંપૂર્ણપણે પાઠ્યપુસ્તક આધારિત અને એકદમ સરળ નીકળતા પરીક્ષા કેન્દ્રો બહાર વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.વિષય શિક્ષક પ્રવીણભાઈ અંબાલિયા દ્વારા આજના પેપરનું સચોટ એનાલિસિસ કરવામાં આવ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર આજનું પેપર 100 ટકા ટેક્સબુક આધારિત હતું. પેપરના વિવિધ વિભાગોનું વિશ્લેષણવિભાગ A અને B: 100% ટેક્સબુક આધારિત હતો. બધા જ પ્રશ્નો એકદમ સરળ હતા અને સ્વાધ્યાયમાંથી જ બેઠા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.વિભાગ C: આ વિભાગમાં પણ બધા દાખલા પાઠ્યપુસ્તકમાંથી બેઠા હતા, જે ગણવામાં ખૂબ જ સરળ લાગ્યા હતા.વિભાગ D: સંપૂર્ણ પાઠ્યપુસ્તક આધારિત એકદમ ટૂંકો અને સાવ સહેલો વિભાગ રહ્યો.વિભાગ E અને F: આ મોટા વિભાગોમાં પણ બધા જ દાખલા પાઠ્યપુસ્તકમાંથી જ બેઠા પૂછેલા હતા, માત્ર તેમાં નામ બદલાવેલ હતા.એકંદરે કોમર્સના વિદ્યાર્થીઓ માટે આજનું છેલ્લું પેપર ખૂબ જ સ્કોરિંગ રહ્યું હતું. બોર્ડના રિઝલ્ટમાં સારી એવી ટકાવારી મેળવવામાં અને પોતાનો સ્કોર જાળવી રાખવા માટે આજનું પેપર વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મદદરૂપ સાબિત થશે. પેપર સારું જતા વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.#Morbi #MorbiUpdate #BoardExam #GSEB #Commerce #AccountancyPaper #EducationNews #GujaratBoard