સરવડની શ્રી કે.પી.હોથી ઉ.મા.વિદ્યાલય સરવડનું 97.22, આંદરણાની શ્રી ઉમિયા વિદ્યામંદિર હાઇસ્કુલે 96.97 % તો ખાખરેચીની સાર્વજનિક હાઈસ્કૂલનું 83.72 % પરિણામમોરબી : આજે જાહેર થયેલા ધોરણ-10ના પરિણામમાં મોરબી જિલ્લાનું ઝળહળતું પરિણામ આવ્યું છે. મોરબી જિલ્લાના માળીયા તાલુકાના સરવડ ખાતે આવેલી શ્રી કે.પી.હોથી ઉ.મા.વિદ્યાલય સરવડનું 97.22 % પરિણામ હાંસલ કર્યું છે. જેમાં શ્રી કે.પી.હોથી ઉ.મા.વિદ્યાલયમાં અભ્યાસ કરતી હૂંબલ સ્નેહાએ 94.07 P.R., A2 ગ્રેડ સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. આ સાથે જ વિલપરા વેદએ 92.54 P.R., A2 ગ્રેડ સાથે બીજો નંબર, આદ્રોજા સુહાનીએ 91.43 P.R., A2 સાથે ત્રીજો નંબર, લોદરિયા અક્ષરા અને કાવર દીપએ 90.48 P.R, A2 ગ્રેડ સાથે ચોથો નંબર અને સુમરા સાહિસ્તાએ 90.28 P.R., A2 ગ્રેડ સાથે પાંચમો નંબર મેળવ્યો છે. આ સાથે જ માળીયા તાલુકાના ખાખરેચીની સાર્વજનિક હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ - 10 ની ફેબ્રુઆરી/ માર્ચ- 2025માં લેવાયેલ બોર્ડની પરીક્ષાનું શાળાનું 83.72 % જેટલું ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે. જેમાં હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી અંતરિયાળ વિસ્તારના નાના એવા વેજલપર ગામની રાઠોડ એશુબા હિતેન્દ્રસિંહ નામની છાત્રાએ 600 માંથી 556 ગુણ, 97.99 PR સાથે A 1 ગ્રેડ મેળવીને પોતાના પરિવાર, વેજલપર ગામ અને ખાખરેચી હાઈસ્કૂલનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત મોરબી તાલુકાની આંદરણા ગામની શ્રી ઉમિયા વિદ્યામંદિર હાઇસ્કુલે 96.97 % પરિણામ હાંસલ કરેલ છે. જેમાં પ્રથમ નંબરે માનસી રમેશભાઇ સોલંકીએ 94.24 % PR , બીજા નંબરે જયશ્રી ધનજીભાઇ બોરાણાએ 93.58 % PR અને ત્રીજા નંબરે ધાર્મિક હમીરભાઇ કુણપરાએ 92.36 % PR મેળવેલ છે.શાળાના ટ્રસ્ટના પ્રમુખ શિવલાલભાઇ સંઘાણીએ તમામ સફળ વિધાર્થીઓ, તેમના વાલીઓ, શાળાના આચાર્ય, શિક્ષકોને આ સિધ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યુ હતુ કે, આ પરિણામ વિધાર્થીઓ તથા શિક્ષકો ની મહેનત અને લગનનું પરિણામ છે. શાળા ભવિષ્યમાં પણ શ્રેષ્ઠ પરિણામ માટે તત્પર અને કટીબધ્ધ છે.