મોરબી : નીલકંઠ સ્કૂલ દ્વારા પુસ્તકના નોલેજની સાથે સાથે 11-12 કોમર્સના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ મળે, ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરી સારા બિઝનેસમેન બની શકે અને ભવિષ્યમાં સારી પ્રગતિ કરી શકે એ હેતુસર વિદ્યાર્થીઓને RK યુનિવર્સિટી- રાજકોટ તથા ગોપાલ નમકીન- રાજકોટની બીઝનેસ વિઝિટ કરાવવામાં આવી હતી. RK યુનિવર્સિટીના પ્રોફેસરો દ્વારા ભવિષ્યમાં ધોરણ 12 પછી કયા કોર્સમાં જઈ સારી નોકરીની અને બિઝનેસની તક મેળવવી તેના વિશે સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ગોપાલ નમકીનના હોદ્દેદારો દ્વારા વિદ્યાર્થીઓને સેલ્સ, ખરીદી, ફાઈનાન્સિયલ, પ્રોડક્શન વગેરે ડિપાર્ટમેન્ટની કાર્ય પધ્ધતિથી માહિતગાર કરાવવામાં આવ્યા હતા. આ સાથે ભવિષ્યમાં સફળ બિઝનેસમેન કઈ રીતે બનવું તેના વિશે વિદ્યાર્થીઓને પ્રેરણા આપવામાં આવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..