મોરબી : મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આગામી તા. 30 જુલાઈએ ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓ તથા વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજવામાં આવનાર છે. અગાઉ ઘણા વર્ષોથી મોરબી રાજપૂત સમાજ દ્વારા મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓ અને કોઈપણ ક્ષેત્રમાં કાંઈ પણ સિદ્ધિ હાંસિલ કરી હોય એવા તારલાઓના પ્રોત્સાહન માટે દર વર્ષે જુલાઈ મહિનાના અંતમાં આ ભવ્ય આયોજન કરવામાં આવે છે ત્યારે આ વખતે પણ 30 જુલાઈ દરમિયાન આ કાર્યક્રમ હોય તો તમામ કરણી સૈનીક અને હોદેદારોએ પોતાના ફેમિલી સાથે અથવા તો પોતે ફરજિયાત હાજરી આપવી સાથે મોરબી જિલ્લાના રાજપૂત સમાજના એક એક વ્યક્તિને કાર્યક્રમમાં જોડાવા મોરબી રાજપુત સમાજના પ્રમુખ અને મોરબી જિલ્લા કરણી સેનાના પ્રમુખ દ્વારા જણાવાયું છે.