વાંકાનેર : વાંકાનેરની મોડેલ સ્કૂલમાં પર્યાવરણ પ્રયોગશાળા અંતર્ગત વિદ્યાર્થીઓને સરગવા અને ઔષધિઓના મહત્વ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. વાંકાનેરની મોડેલ સ્કૂલ ખાતે પર્યાવરણ પ્રયોગશાળાનું આયોજન કરાયું હતું. પર્યાવરણ પ્રયોગશાળા અંતર્ગત શાળા કેમ્પસમાં વિદ્યાર્થીઓને પર્યાવરણ અને ઔષધિઓનું મહત્વ સમજાવાયું હતું. આ ઉપરાંત, સરગવાના વૃક્ષોનો ઉછેર કઇ રીતે થાય તે સમજાવી આચાર્ય એન.વી.રાણીપાના માર્ગદર્શન હેઠળ શાળાના સર્વે સ્ટાફ દ્વારા સરગવાનુ જ્યુસ તૈયાર કરી વિદ્યાર્થીઓને પીવડાવ્યું હતું. વિદ્યાર્થીઓ ઔષધિઓનું મહત્વ સમજે તે હેતુથી આ નવતર પ્રયોગ કરવામાં આવેલ હતો. સાથે વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..