મોરબી : ગત તા. 21 અને 22 ડિસેમ્બરે ગુજરાત સરકાર દ્વારા અમરેલી ખાતે રાજ્ય કક્ષાનો યુવા ઉત્સવ યોજાયો હતો. જેમાં મોરબીમાં રવાપર રોડ પર આવેલ દેવેનભાઈ વ્યાસ સંચાલિત ક્લામંદિર સંગીત કલાસીસના વિદ્યાર્થી ધાનજા મંથન ભરતભાઈ ભજનમાં રાજ્યકક્ષાએ તૃતીય આવેલ છે. તેમજ રાજભા રામભા ગઢવીએ લોકવાર્તામાં રાજ્યકક્ષાએ તૃતીય નંબર મેળવી સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધારેલ છે. જે બદલ કલામંદિર સંગીત કલાસીસના સંચાલક દેવેનભાઈ વ્યાસ અને મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસે અભિનંદન પાઠવેલ છે.