મોરબી: ગુજરાત બોર્ડ દ્વારા લેવાઈ રહેલી ધોરણ ૧૨ ની બોર્ડ પરીક્ષામાં આજે વિદ્યાર્થીઓ માટે ઉત્સાહનો દિવસ રહ્યો હતો. ધોરણ ૧૨ સાયન્સમાં સંસ્કૃત (૧૨૯) અને ધોરણ ૧૨ કોમર્સમાં વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ (SPCC) વિષયના પેપરો સંપૂર્ણપણે પાઠ્યપુસ્તક આધારિત અને એકદમ સરળ રહ્યા હતા. મોરબીની સાર્થક વિદ્યામંદિરના નિષ્ણાત શિક્ષકો દ્વારા આ બંને પેપરોનું સચોટ એનાલિસિસ કરવામાં આવ્યું છે.પરીક્ષા આપીને બહાર આવેલા વિદ્યાર્થીઓના ચહેરા પર સંતોષ જોવા મળ્યો હતો અને બંને પ્રવાહના વિદ્યાર્થીઓએ પેપર ખૂબ જ સરસ ગયાનો પ્રતિભાવ આપ્યો હતો.બંને પેપરોનું વિસ્તૃત એનાલિસિસ નીચે મુજબ છેધોરણ ૧૨ સાયન્સ: સંસ્કૃત પેપર એનાલિસિસમનેષભાઈ બુદ્ધદેવ (સંસ્કૃત શિક્ષક, સાર્થક વિદ્યામંદિર)ના જણાવ્યા અનુસાર, સંપૂર્ણ પ્રશ્નપત્ર સીધું જ પાઠ્યપુસ્તક અને સ્વાધ્યાય આધારિત રહ્યું હતું. પેપર એકંદરે ખૂબ જ સ્કોરિંગ હતું.Part-A (MCQ - ૫૦ ગુણ): આ વિભાગના તમામ બહુવિકલ્પી પ્રશ્નો પ્રમાણમાં ખૂબ જ સરળ રહ્યા હતા.Part-B (Theory - ૫૦ ગુણ): Section-A & B: ભાષાંતર, ફકરા પરથી પ્રશ્નો અને ગુજરાતી પ્રશ્નોત્તર એકદમ સરળ હતા. શ્લોકોનું ભાષાંતર અગાઉની બોર્ડની પરીક્ષાઓમાંથી જ પૂછવામાં આવ્યું હતું.Section-C: સમીક્ષાત્મક, સસંદર્ભ અને વિવરણાત્મક નોંધ અગાઉ શાળા કક્ષાએ લેવાયેલા પ્રિલિમ પેપરોમાંથી જ પૂછાઈ હોવાથી વિદ્યાર્થીઓને લખવામાં અનુકૂળતા રહી.Section-D: વ્યાકરણ વિભાગમાં ન્યાય પરિચય, અલંકાર અને છંદ એકદમ સહેલા રહ્યા હતા.ધોરણ ૧૨ કોમર્સ: SPCC પેપર એનાલિસિસયુવરાજસિંહ (વિષય શિક્ષક, સાર્થક વિદ્યામંદિર)ના મતે, આજનું પેપર ૧૦૦% પાઠ્યપુસ્તક આધારિત નીકળતા વિદ્યાર્થીઓને સીધો ફાયદો થયો છે અને મોટાભાગના વિદ્યાર્થીઓ આ વિષયમાં પાસ થઈ જશે તેવી શક્યતા છે.સેક્શન A અને B: સંપૂર્ણપણે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયમાંથી બેઠા પ્રશ્નો મુકવામાં આવ્યા હતા.સેક્શન C અને D: માત્ર એક પ્રશ્ન સિવાયના તમામ પ્રશ્નો પાઠ્યપુસ્તક અને રાઉન્ડ પેપર આધારિત હતા. સેક્શન C માં એક માર્કના પ્રશ્નો બે માર્કમાં પૂછાતા વિદ્યાર્થીઓને મોટો ફાયદો થયો છે. સેક્શન D પણ એકદમ ટૂંકો અને સહેલો રહ્યો.સેક્શન E અને F: આ વિભાગમાં બોર્ડના પાછલા વર્ષોના પ્રશ્નપત્રોમાંથી બેઠા પ્રશ્નો પૂછાયા હતા, જેમાં પત્રોની અંદર નામ પણ બદલવામાં આવ્યા ન હતા!ટૂંકમાં, આજના બંને સરળ પેપરોથી સાયન્સ અને કોમર્સ બંને પ્રવાહના વિદ્યાર્થીઓને બોર્ડના પરિણામમાં સારી ટકાવારી મેળવવામાં અને પોતાનો સ્કોર જાળવી રાખવામાં ખૂબ જ મોટી મદદ મળશે.#Morbi #MorbiUpdate #BoardExam2026 #Class12Science #Class12Commerce #SanskritPaper #SPCCPaper #EducationNews #GujaratBoard #StudentNews #SarthakVidyamandir