ડોનેશનરૂપે લીધેલા રૂ.1000 પરત ન અપાઈ તો તાળાબંધીની ચીમકી અપાઈ મોરબી : મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત સાયન્સ કોલેજમાં ડોનેશનરૂપે વિધાર્થીઓ પાસેથી રૂ.1 હજારની ઉઘરાણી કરતા વિધાર્થી આલમમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.આ મામલે વિદ્યાર્થીઓએ કલેકટરને આવેદન આપી ડોનેશનરૂપે લેવાયેલા રૂ.1 હજાર પરત ન અપાઈ તો કોલેજને તળાબંધી કરવાની ચીમકી આપી છે. મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમ.એમ.સાયન્સ કોલેજમાં ભણતા આશરે 500 થી વધુ વિધાર્થીઓએ કલેકટરને આવેદનપત્ર આપીને રજુઆત કરી હતી કે. સર્વોદય એજ્યુકેશન સોસાયટી વિધાર્થીઓ પાસે ફરજિયાતપણે ₹ 1 હજાર ડોનેશનરૂપે ઉધરાવ્યાં છે. આ સંસ્થાના સંચાલકો ગેરકાયદે આરીતે ડોનેશન ઉધરાવીને વિધાર્થીઓનું આર્થિક શોષણ કરે છે અને આ બાબતે વિદ્યાર્થીઓએ વિરોધ નોંધવીને સંસ્થાના સંચાલકોને રજુઆત કરી હતી. પરંતુ સંસ્થાના સંચાલકો લાજવાને બદલે ગાજીને કોલેજ બંધ કરવાની ધમકી આપે છે. વિદ્યાર્થીઓએ વધુમાં જણાવ્યું હતું કે કોલેજમાં પ્રાથમિક સુવિધા અપાતી નથી. જેમાં પંખા ,લાઈટ ,પાણી જેવી પ્રાથમિક સુવિધા અપાતી ન હોયને ઉલટાનું આ રીતે ડોનેશન ઉધરાવે તે કોઈ કાળે યોગ્ય નથી.તેથી સંચાલક મંડળ ડોનેશન રૂપે ઉધરાવેલા ₹ 1 હજાર પરત નહિ આપે તો વિદ્યાર્થીઓએ કોલેજને તાળાબંધી કરવા સહિતના જલદ કાર્યક્રમો આપવાની ચીમકી આપી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en