મોરબી : પંચાસર ગામે રાજશક્તિ ગ્રુપ દ્વારા પંચાસર કા રાજા ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે 1 ઓગસ્ટના રોજ ગણપતિ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ ધોરણ 10 અને 12માં પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પંચાસર ગામના અને હાલ ઈન્ડિયન નેવીમાં ફરજ બજાવતા અને ગામના યુવાનોને ફિઝિકલ ટ્રેનિંગ આપતાં તેજપાલસિંહનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.