મોરબી : મોરબીમાં ફોટો અને વિડીયો એસોસિએશન દ્વારા આગામી તા.13 ઓગસ્ટને રવિવારના રોજ વિદ્યાર્થી સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીમાં ફોટો અને વિડીયો એસોસિએશનના સભ્યોના તેજસ્વી તારલાઓ માટે તા.13 ને રવિવારે સવારે 8 થી બપોરના 12 કલાકે જુના બસ સ્ટેન્ડ પાસે આવેલી દશાશ્રી માળી વણિક જ્ઞાતિની વાડી ખાતે વિદ્યાર્થી સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સત્કાર સમારોહમાં હાજર નહીં રહેનાર બાળકોને ઈનામ આપવામાં આવશે નહીં. આ કાર્યક્રમમાં એસોસિએશનના દરેક સભ્યોએ ઉપસ્થિત રહેવા પ્રમુખ મહાદેવભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ ભાવેશભાઈ પટેલ તેમજ મંત્રી દિગનેશભાઈ રાઠોડએ નિમંત્રણ પાઠવ્યું છે.