મોરબી : રમત-ગમત વિભાગ ગુજરાત સરકાર દ્વારા કુશ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લા કક્ષાની કુશ્તી સ્પર્ધામાં વિનય વિદ્યા મંદિર શાળાનો વિદ્યાર્થી પ્રથમ ક્રમે આવ્યો છે. 67મી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધામાં મોરબી જિલ્લા કક્ષાની કુશ્તી સ્પર્ધામાં મોરબીની વિનય વિદ્યા મંદિર શાળાનો વિદ્યાર્થી વિશ્વમ હુંબલ પ્રથમ ક્રમે વિજેતા થયો છે અને શાળા પરિવારનું નામ રોશન કર્યું છે. આ સિદ્ધિ મેળવવા બદલ વિશ્વમ હુંબલને શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવી આ ક્ષેત્રે ખૂબ આગળ વધે તેવી શુભકામના પાઠવવામાં આવી છે.