મોરબી : વિદ્યાભારતી સંસ્કૃતિ શિક્ષા સંસ્થાન દ્વારા આયોજિત નિબંધલેખન સ્પર્ધામાં બાલવિભાગ ધોરણ 6-7-8માં બગથળા ગામની અને સરસ્વતી શિશુમંદિરમાં ધોરણ 6 માં અભ્યાસ કરતી નિયંતા તુષારભાઈ બોપલિયાએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવી બગથળા ગામ તથા સરસ્વતી શિશુમંદિર શાળાનું ગૌરવ વધાર્યું છે. જે બદલ શાળા અને પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.