ટંકારા : રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ટંકારા SVS કક્ષાના કલા ઉત્સવમાં આયોજિત બાળ કવિ સ્પર્ધામાં નવયુગ વિદ્યાલયનો વિદ્યાર્થી પ્રથમ ક્રમાંકે આવ્યો છે. શિક્ષણ વિભાગ,ગુજરાત રાજ્ય તેમજ GCRT,ગાંધીનગર પ્રેરિત DIET- રાજકોટ,DEO - મોરબી અને SVS મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલ - ટંકારા દ્વારા આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે ટંકારા SVS કક્ષાનો કલા ઉત્સવમાં બાળ કવિ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વિરપરની નવયુગ વિદ્યાલયનો વિદ્યાર્થી બોપલિયા સ્મિત કિશોરભાઈએ બાળ કવિ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે આવ્યો છે.