મોરબીઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલી પ્રખરતા શોધ કસોટીમાં મોરબીની નિર્મલ વિદ્યાલયના ઓમ ભરતભાઈ રાચ્છનો ગુજરાતના ટોપ-1000 વિદ્યાર્થીમાં સમાવેશ થયો છે. જે બદલ શાળા પરિવાર દ્વારા તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને બોર્ડ દ્વારા ઓમ રાચ્છને સર્ટિફિકેટ અને પુરસ્કારથી સન્માનિત કરાયો છે.ઓમ રાચ્છ એ મોરબી LIC ના વિકાસ અધિકારી ભરતભાઈ રાચ્છના પુત્ર અને મોરબી અપડેટના એન્કર ડો.અમીષા રાચ્છના ભાઈ છે. ઓમ રાચ્છને સ્કૂલ તેમજ મિત્રો સ્નેહીજનો તરફથી શુભેચ્છા મળી રહી છે.