મોરબી: મોરબી જિલ્લાના મોટી બરાર ગામની મોડેલ સ્કૂલની વિદ્યાર્થીની અવનીબેન અજયભાઈ ડાંગરે રાજ્ય કક્ષાના કલા મહાકુંભમાં નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં તેમણે દ્રિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે મોરબી જિલ્લાને ઉત્તરોત્તર સફળતા આપતી મોડેલ સ્કૂલ મોટીબરાર રાજ્ય સરકારના યુવા, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાના કલા મહાકુંભ 2022-23 કે. કે. પારેખ એન્ડ મહેતા આર. પી. વિદ્યાલય-અમરેલી ખાતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંથી 16 થી 20ની વયજૂથમાં નિબંધ લેખન સ્પર્ધામાં ભાગ લેનાર મોડેલ સ્કૂલ મોટીબરારની વિદ્યાર્થીની અવનીબેન અજયભાઈ ડાંગર એ રાજ્ય કક્ષાએ ભાગ લઈ દ્વિતીય ક્રમાંકે વિજેતા થઈ મોડેલ સ્કૂલ મોટીબરાર અને મોરબી જિલ્લાનું અને પોતાના પરિવારનું ઝળહળતું ગૌરવ બની નામ રોશન કર્યુ છે. આ યશસ્વી સફળતા બદલ શાળાના આચાર્ય બી.એન. વીડજા અને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા છે. આવી જ રીતે જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી ઉજ્જ્વળ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવી છે.