ટંકારા : ટંકારા તાલુકાના લખધીરગઢ ગામની પ્રાથમિક શાળાનો સ્પર્ધાત્મક પરીક્ષામાં ફરી એકવાર ડંકો વાગ્યો છે. મુખ્યમંત્રી જ્ઞાન સેતુ શિષ્યવૃત્તિ પરીક્ષા 2023ના મેરિટ લિસ્ટમાં ભોજાણી ઋચા પંકજભાઈએ સમગ્ર મોરબી જિલ્લામાં દ્વિતીય નંબર મેળવ્યો છે. મુખ્યમંત્રી જ્ઞાનસેતુ શિષ્યવૃત્તિ 2023ના મેરિટ લિસ્ટમાં ટંકારાના લખધીરગઢ પ્રાથમિક શાળાના અન્ય 8 વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થયો છે. જેમાં અનુક્રમે પનારા રાધે, કાસુન્દ્રા પ્રણય, પનારા જેનીલ, ચૌધરી રુદ્ર, ભાગિયા માન, કકાસણિયા નવ્યા, પરમાર અવિનાશ, પરમાર પિનલનો સમાવેશ થાય છે. આ સૌ તેજસ્વી તારલાઓને લખધીરગઢ પ્રાથમિક શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવાયા છે.