હળવદ : આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ હર ઘર તિરંગા કાર્યક્રમના ભાગરૂપે મોરબી જીલ્લા કક્ષા કલા ઉત્સવમાં યોજાયેલ સંગીત ગાયનમાં સ્પર્ધામાં હળવદનો વિદ્યાર્થી પ્રથમ ક્રમાંકે આવ્યો છે. ગાંધીનગર શિક્ષણ વિભાગ અને GCERT પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,રાજકોટ અને BRC વાંકાનેર આયોજીત આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ હર ઘર તિરંગા કાર્યક્રમના ભાગરૂપે મોરબી જીલ્લા કક્ષા કલા ઉત્સવ યોજવામાં આવ્યો હતો.જેમાં સંગીત ગાયન સ્પર્ધામાં હળવદ આરાધન સંગીત ક્લાસિસનો વિદ્યાર્થી પ્રથમ ક્રમાંકે આવ્યો છે.