મોરબી : મોરબી ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ કેશવ પાર્ટી પ્લોટ ખાતે તાજેતરમાં તેજસ્વી વિધાર્થી સન્માન સમારોહ અને સ્નેહમિલન સમારોહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારીયા, ડો.સતિષ પટેલ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. ધો.1થી 12 સુધીના 40 જેટલા તેજસ્વી વિધાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને બાદમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા મોરબી ફોટોગ્રાફર એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ દેથરીયા, ઉપપ્રમુખ રાકેશભાઈ કાવર અને મંત્રી પરેશભાઈ ચંદ્રસલા સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.